તા.૧૩.૧૦.૨૦૧૫
ગરબો.
આવો હે મા ! હવે આવો હે મા !સુધા ભવરણમાં વહાવો.આંગણાયે ગોબરાં ને મનમાં સંતાપ ઘણાં ,રૂંધાતા શ્વાસને ઊંચા તારા બેસણાંઆંગળીએ પકડી લઇ ચાલો હે મા !સુધા ભવરણમાં વહાવો.બોધ ના દેજે કે કરમ મારાં ખોટા,ભટકું ભવાટવીએ દેખાય ના કિનારામારી આંખોમાં તેજ બની આવો હે મા !સુધા ભવરણમાં વહાવો.હાર નથી, જીત નથી, કોઈ ના ઓવારાં,થાકેલાં મન-તન લાગે એ નોધારાંલઇ હૈયે હવે હેતથી ચાંપો હે મા !સુધા ભવરણમાં વહાવો.કનુ સૂચક ‘શીલ’